ગુજરાતી પુસ્તકો (Gujarati Books)



      
મોટાના સથવારે Motana Sathvare

મોટાના સથવારે Motana Sathvare

મોટાના સથવારે Motana Sathvare Read less

Nov 11, 2022
શ્રી મોટા અને શિક્ષણ SHREE MOTA ANE SHIKSHAN

શ્રી મોટા અને શિક્ષણ SHREE MOTA ANE SHIKSHAN

શ્રી મોટા અને શિક્ષણ SHREE MOTA ANE SHIKSHAN Read less

Sep 25, 2022
શ્રીમોટાવાણી 3-4 Shree Mota Vani 3-4

શ્રીમોટાવાણી 3-4 Shree Mota Vani 3-4

શ્રીમોટાવાણી 3-4 Shree Mota Vani 3-4 Read less

Sep 25, 2022
તુજ ચરણે (Tuj Charne)

લેખક: પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ: પંદર, પૃષ્ઠ: 48, કિંમત: રું 5/- સ્વસાધના-કાળમાં પૂજ્ય શ્રીમોટા રચિત પ્રાર્થના

લેખક: પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ: પંદર, પૃષ્ઠ: 48, કિંમત: રું 5/- સ્વસાધના-કાળમાં પૂજ્ય શ્રીમોટા રચિત પ્રાર્થના Read less

Jun 17, 2022
હરિ:ૐ આશ્રમ, સુરત ખાત મુહૂર્ત વિધિ ( Hari Om Ashram Khatmuhurt Vidhi )

હરિ:ૐ આશ્રમ,સુરત. કુંભઘડો વિધિ પૂજ્ય શ્રીમોટા તારીખ 22-04-1956 રવિવારના દિવસે સવારે પુષ્પાબે...Read more

હરિ:ૐ આશ્રમ,સુરત. કુંભઘડો વિધિ પૂજ્ય શ્રીમોટા તારીખ 22-04-1956 રવિવારના દિવસે સવારે પુષ્પાબેન દલાલ, શ્રી કુબેરદાસ ભાવસાર,મથુરીબેન ખરે વગેરે છ જણ સાથે નડીયાદથી સુરત આવી પહોંચ્યા. તે દિવસે બપોરે કુરુક્ષેત્ર સ્મશાનની ધર્મશાળામાં બધા ભક્ત મંડળના હાથે કુંભઘડો તૈયાર કરાયો. દરેક ભક્તના હાથે કુંભઘડામાં કંઈ ને કઈ વસ્તુ જેમ કે સોનુ,ચાંદી,હીરો, માણેક,તાંબું, નારિયેળ વગેરે મુકાયું અને કુંભ ઘડો તૈયાર થયો. તે રાતના બાર વાગે પૂનમની રાત્રે ચંદ્રમા પૂર્ણ ખીલેલો,પૂજ્ય શ્રીમોટા અને ભક્ત મંડળી મથુરીબેનના ભજનની ધૂન સાથે ધર્મશાળામાંથી નીકળી મૌનમંદિરનો પાયો નાખવા નીકળ્યા,તે વખતનું વાતાવરણ, પૂનમનો દિવસ પૂર્ણ ચંદ્રમા ખીલેલો અને મથુરી બેનના ભજનની ધૂનનો પ્રભાવ આગળ પૂજ્ય શ્રીમોટા અને પાછળ બધી મંડળી આ દૃશ્યનું વર્ણન થાય તેવું નથી... બધી મંડળી જ્યાં મૌનરૂમનો પાયો નાખવાનો છે ત્યાં તે જગ્યાએ બધા બેસી ગયા. ખાડો ખોદાવ્યો અને પુષ્પાબેન દલાલના હાથે કુંભઘડો મુકાયો.આમ બધા સ્વજનોને વિધિપૂર્વક કુંભ ઘડો મુકવાનો લ્હાવો મળ્યો.જે આજે રૂમ નંબર 3 અને રૂમ નંબર 4 છે તેની વચ્ચેની જ જગ્યાએ કુંભ ઘડો મુકાયો પછી આખી રાત અવાર-નવાર બધી મંડળીએ ત્યાં નામસ્મરણ ચાલુ રાખ્યું તે છેક સવાર સુધી કેવું સુંદર વાતાવરણ…. આ દિવસે નંદુભાઈ પોંડીચેરીના અરવિંદ આશ્રમમાં હતા ત્યાં નો સંદેશો આવ્યો હતો કે આ દિવસ અત્રે ખુબ મહત્વનો ઑકલ્ટ ડે તરીકે મનાવાય છે. કેવો સુંદર આંકડો 23 4 56 ,બે ત્રણ ચાર પાંચ છ. 100 વર્ષમાં માત્ર બે વાર જ તારીખનું આવું ક્રમવાર આવવાનું થતું હોય છે. તા.ક સુરતમાં 18-03-1954 થી કુરુક્ષેત્ર સ્મશાનમાં પ્રાથમિક સુવિધાઓના પણ અભાવ અને ઘણા સંઘર્ષ સાથે પડદા નાખી પાકાં સંડાસ બાથરૂમની પણ સગવડ વિના શરૂ થયેલ મૌનરૂમનો 23-04-1956 ના દિવસથી સ્થાયી સ્થળ અને સગવડતા માટેનો પાયો નંખાયો. આ પાયામાં ભીખુકાકા, ઝીણાકાકા વગેરે જેવા કેટલાયે નામી અનામી સ્વજનો પાયામાં ચણાયેલાં છે, તેમના પરસેવાની ફોરમ હાલમાં પણ મહેકી રહી છે. હરિ:ૐ આશ્રમ એટલે જ તો વિશ્વમાં 'ભાવ' ના મોજા ફેલાવવાનું કેન્દ્ર સ્થળ છે જ્યાંથી આખી દુનિયામાં ભાવ પ્રસારીત થાય છે. Read less

Apr 15, 2022
સ્વાર્થ (Swarth)

લેખક: પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ: બીજી, પૃષ્ઠ: 120, કિંમત: ₹15/- પૂજ્ય શ્રીમોટાએ જે વિપુલ પ્રમાણ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ: બીજી, પૃષ્ઠ: 120, કિંમત: ₹15/- પૂજ્ય શ્રીમોટાએ જે વિપુલ પ્રમાણમાં અને અન્યત્ર ક્યાંય ન હોય એવું જે વિરલ સાહિત્યનું સર્જન કર્યું, તેમાં પશ્ચાદ્‌ભૂમિકામાં કોઈ ને કોઈ સ્વજન તરફથી થયેલ સૂચન રહેલું છે. ‘સ્વાર્થ’ ઉપર લખવા એક સ્વજને સૂચન કરતાં, પૂજ્ય શ્રીમોટાએ પ્રથમ પ્રત્યાઘાત અનુભવેલો કે ‘સ્વાર્થ’ તો ઉઘાડો જ છે. તે છતાં તે વિશે શાસ્ત્ર-વિજ્ઞાન જેવી રચના તેઓશ્રી દ્વારા થઈ છે. સને ૧૯૭૩માં તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. Publication Year:- 1973 Read less

Dec 30, 2021
શ્રીમોટા સાથે વાર્તાલાપ (Shree Mota Sathe Vartalap)

લેખક:-પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- રતિલાલ મહેતા , આવૃત્તિ:- આઠમી, પૃષ્ઠ:- 264, કિંમત:- ₹20/- શ્રી...Read more

લેખક:-પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- રતિલાલ મહેતા , આવૃત્તિ:- આઠમી, પૃષ્ઠ:- 264, કિંમત:- ₹20/- શ્રી રતિલાલ મહેતાએ મુંબઈમાં વિવિધ સ્થળે થયેલી પૂજ્ય શ્રીમોટાની પધરામણી સમયે તથા કેટલીક વાર સુરત આશ્રમે થયેલા સત્સંગ દરમિયાનના વાર્તાલાપોની નોંધ રાખી હતી. કેટલાક પ્રસંગે તો આવો સત્સંગ ટેપ પણ કરી લીધો હતો. તેને વ્યવસ્થિત કરી પ્રગટ કરવાનું નિમિત્ત આજે 'શ્રીમોટા સાથે વાર્તાલાપ' સ્વરુપે પ્રગટ થાય છે. Publication Year:- 1979 Read less

Dec 30, 2021
શ્રીમોટા સાથે હિમાલય યાત્રા (Shree Mota Sathe Himalay Yatra)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 100, કિંમત:- ₹10/- ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 100, કિંમત:- ₹10/- પૂજ્ય શ્રીમોટાએ ઘણીવાર હિમાલયની યાત્રા કરેલી . પોતાના સાધનાકાળ દરમિયાન યાત્રા કરેલી એના અનુભવો પૂજ્ય શ્રીમોટાએ વિગતે કહ્યા નથી . છતાં ત્રણેક જેટલા અનુભવો આલેખ્યા છે , પરંતુ ૧૯૪૫ માં પૂજ્ય શ્રી નંદુભાઈનો પરિવાર પુજ્ય શ્રીમોટા સાથે યાત્રાએ ગયેલો ત્યારે પૂજ્ય શ્રીમોટાના અલૌકિક અનુભવો પૂજ્ય શ્રીમોટાએ ‘ જીવનપોકાર ’ માં આલેખેલા છે . અને એકત્ર કરીને પ્રગટ કરવાનું શ્રી રમેશભાઈ ભટ્ટે સૂચવ્યું અને એ કામ એમણે હાથ પર લીધું . આ હકીકત તદ્દન નવા જ રૂપે એમણે સંપાદિત કરી છે . Publication Year:-1994 Read less

Dec 30, 2021
શ્રીમોટા પત્રાવલી ૧-૨ (Shree Mota Patravali-1-2)

લેખક:-પૂજ્ય શ્રીમોટા, પ્રકાશક :- હરિ: ૐ આશ્રમ ટ્રસ્ટી મંડળ, આવૃત્તિ :- બીજી, પૃષ્ઠ :-144, કિંમ...Read more

લેખક:-પૂજ્ય શ્રીમોટા, પ્રકાશક :- હરિ: ૐ આશ્રમ ટ્રસ્ટી મંડળ, આવૃત્તિ :- બીજી, પૃષ્ઠ :-144, કિંમત :- ₹15/- પૂજ્ય શ્રીમોટાએ પોતાના એક સ્વજનને લખેલા પત્રોનો આ સંચય જીવનવિકાસની સાધનાને અત્યંત સરળતાથી અને વ્યવહારુ રીતે સ્પષ્ટ કરે છે . પૂજ્ય શ્રીમોટાએ સંસારજીવનમાં રહીને પ્રભુમય જીવનનો અનુભવ કેવી રીતે પમાય એની અનેક રીતો દર્શાવી છે. Publication Year:-1995 Read less

Dec 14, 2021
પુનિત પ્રેમગાથા (Punit Prem-Gatha)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 292 , કિંમત...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 292 , કિંમત:- ₹ 20/- આ ચોપડીમાંનું લખાણ જુદી જુદી વ્યક્તિઓને લખાયેલું છે અને તે દરેક વ્યક્તિના જીવનના જુદા જુદા પ્રશ્ન અને જુદી જુદી ભૂમિકા અંગેનું છે . તેથી , તેમાં અનેકવાર એકના એક ભાવાર્થવાળું લખાણ પણ ક્યાંક ક્યાંક આવી જાય છે . દરેક પથ એક સ્વતંત્ર વ્યક્તિને હોઈને તે આપણા સમાજમાંથી અનેક વ્યક્તિઓના જીવનને લાગુ પડી શકે તેવું છે . Publication Year:- 1947 Read less

Dec 14, 2021
પ્રેરક વિભૂતિ મહાત્મા ગાંધી (Prerak Vibhuti-Mahatma Gandhi)

સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 132, કિંમત:- ₹10/- મહાત્મા ગાંધી પ્રત્ય...Read more

સંપાદક:- ડૉ. રમેશભાઇ ભટ્ટ , આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 132, કિંમત:- ₹10/- મહાત્મા ગાંધી પ્રત્યે પૂજ્ય શ્રીમોટા મનહૃદયથી અત્યંત આદરભાવ ધરાવતા હતા. અભ્યાસકાળનાં વર્ષોમાં અને તે પછી સાબરમતી આશ્રમના વસવાટ દરમિયાન તેમ જ હરિજન સેવાના ક્ષેત્રમાં કાર્યરત હતા, તે સમગ્ર સમય દરમિયાન જુદા જુદા પ્રસંગોએ એ આદરભાવ વ્યક્ત થયો છે. Publication Year:-1994 Read less

Dec 14, 2021