।। હરિ:ૐ ।।

આ દેશમાં શ્રીરામકૃષ્ણ, શ્રીઅરવિંદ અને શ્રીરમણ મહર્ષિ જેવા મહાત્માઓ થઈ ગયા. આ જ દેશમાં રામ, કૃષ્ણ અને બુદ્ધ ભગવાન થઈ ગયા તોપણ આ દેશ તો છે એ એમનો એમ છે. હાલ  એવો કાળ આવ્યો છે કે આજે  ભાષણિયાઓનો પંથ પણ નીકળ્યો છે .

મને મારા ગુરુમહારાજે કહ્યું કે ‘તું આ બધું રહેવા દે. આવા એકાંત ઓરડા બનાવ.’ એટલે આ જે બનાવ્યું છે તે મેં ગુરુમહારાજના હુકમથી બનાવ્યું છે. એની અંદર બેસનાર બધાંનું પોતાની અંદર જે ભરેલું પડ્યું છે તે બધું ઊભરાય છે. જે બધું ઊભરાય છે એ બધાનું એ પૃથક્કરણ કરી શકે છે. પોતાનામાં શું શું ભરેલું છે એ જાણવાની કદી કોઈને બહાર તક મળતી નથી, અંદર એ તક મળે છે. 

વળી, અંદર ૧૬-૧૭ કલાક સુધી ભગવાનના નામની પ્રવૃત્તિ થયાં કરે છે અને એક જ જાતની પ્રવૃત્તિ કે ભાવનામાં વખત ગાળી શકે છે. પરિણામે એ જાતના સંસ્કાર એના ચિત્તમાં પડે છે. એ સંસ્કારનો ઉઠાવ થાય છે એટલે કે એવા અભ્યાસની વધારે ધારણા જાગે છે ત્યારે સંસ્કારો સૂક્ષ્મમાં પ્રવેશે છે અને આપણા જન્મનો આધાર સૂક્ષ્મ સંસ્કારો ઉપર જ રહેલો છે – આ પુનર્જન્મમાં માનતાં હોય તેમને માટે છે. આપણો આગળ જન્મ હતો અને બીજો થશે એનો આધાર સૂક્ષ્મ ઉપર છે, સૂક્ષ્મ એ તો ઘરના ઊમરા જેવું છે.

 મૌનમંદિરમાં સહજ સ્મરણ

 એટલે અંદર જે બેસે તેને ભગવાનનું સ્મરણ તો અખંડ ચાલે. મારો નાનો ભાઈ આમાં માને નહિ, પણ એક વખત એ પરીક્ષા કરવા બેઠો અને એણે નિવેદન કર્યું છે કે ‘મારે તો નામ લેવું જ ન હતું, છતાં અંદર કોઈ એવી શક્તિ છે કે તેના વડે નામ લેવાયા કરે છે.’ અને મારો વચેટ નાનો ભાઈ છે તે પણ બેઠેલો. તે તો આ તરફ અભિરુચિવાળો. એટલે તેનાથી પણ ખૂબ સારી રીતે સ્મરણ લેવાયા કરેલું. 

પ્રાણપ્રતિષ્ઠિત મૌનમંદિર 

ભગવાનનો સહારો એ જીવનમાં સમર્થ આશરો છે. ભગવાનનો આશરો એ બહુ સમર્થનો આશરો છે. એ ચંચળ નથી. કોઈ ભાગ્યશાળીને જ એ મળે. જેમ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયા સિવાય પૂજા થઈ શકતી નથી તેમ આ જે પાંચ મૌનરૂમો છે તેની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. અહીં કોઈ પણ બેસીને, જેની જે જાતની અભિરુચિ હોય તે જાતનું એ ભગવાનનું સ્મરણ લઈ શકે છે. વળી, પોતાના જીવતાજાગતા કોઈ નરનો ફોટો રાખવો હોય તો તે પણ રાખી શકે છે. એવું કેટલાક લોકોએ કર્યું પણ છે. કોઈ જાતની રૂઢિચુસ્તતા નથી. એટલે કોઈ બહાર આ અંગે પ્રયોગ કરી શકે. બહાર ચારપાંચ કલાકથી વધારે કરી શકીએ નહિ. બહાર આવા બે જણાએ પ્રયોગો કરેલા છે. બધી જાતની સગવડ હોવા છતાં એ શક્ય બન્યું ન હતું. એટલે અહીં જે પ્રાણપ્રતિષ્ઠા છે તેથી સોળસત્તર કલાક સુધી નામ લઈ શકાય છે. આ કંઈ મારી મહત્તા બતાવવા નથી કહેતો, પણ જે હકીકત છે તે નમ્રભાવે કહું છું.
કૃપયા વાંચો “મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા”

After experience of “Sagun Bhramha Sakshatker” as well as “Nirgun Bhramha Sakshatker”, Pujya ShreeMota engrossed in a state of complete surrender to Divine, remained in solitude till 1942, as an ardent devotee of God.

During his sadhana days Mota experienced that – It is impossible to get a silent solitary place in society with all life supporting amenities. His Gurumaharaj Shri Keshwanandji Dhuniwala Dada advised him to make Maun Mandir (Silence rooms) for devotees. Thus the silence rooms – Maun Mandirs came into existence as Hari Om Ashrams. (Source: “Pujya Shri Mota Glimpses of A Divine Life” book, Page: 77)

By the order of His Guru Maharaj, came into the society and took up the call for upliftment of Society. “I WANT TO UPLIFT THE SOCIETY” was close to HIS heart. The upliftment word has a Pico vision (smaller than Nano and micro). HIS object is upliftment of each individual human being (individual Soul) and thus reaching the society, upliftment of society at large.

Like Swami Vivekanand, The mission of Pujya ShreeMota is to uplift the society in all the fields of life viz. spiritual, physical and educational, from the deep slumber of ages. Out of these three, spiritual is the most important field. A sunflower always blossoms towards the sun. Likewise Shree Mota wished to make the common man blossom facing (Abhimukh) the Almighty.

To accomplish this HE formed a unique facility for Sadhana & Mota established “HARIOM ASHRAM” – moun (Silence) ashrams for practicing penance in a solitude in Silence room, for realization of GOD. These ashrams were established on the bank of river Kaveri, in Kumbhakonam, Tamilnadu in 1950, on the bank of river Shedhi, in Nadiad, Gujarat in 1955 and on the bank of river Tapi, in Surat, Gujarat in 1956 in India. Kumbhakonam, Tamilnaduashram has one silence room and both Nadiad & Surat, Gujarat ashrams has Nine silence rooms. Both Nadiad & Surat, Gujarat ashrams are registered public charitable trust. The Nadiad ashram is at the same spot which Balyogiji Maharaj had predicted, during his sadhana days.

These Silence rooms are known as Maun Mandirs (temples for silence). Mota established Silence Rooms – Maun Mandirs to repay the debt of his Sadguru. He has done Pran Pratishtha of CHETAN –GOD in this place ! These moun temples alias moun rooms are the live places of GOD. Moun rooms are the means, of Shree Mota to make spiritual change in an aspirant.

Mota’s Gurumaharaj said, “By kindling virtues in people’s hearts, their lives will flourish with goodness. Implanting positivity in life is also the biggest service to the society. Such service is even superior to other social service. An individual can be at peace with himself remain stress free and chant God’s name joyfully is the sole motto / purpose of “Hari Om Ashram”. (Source: “Pujya Shri Mota Glimpses of A Divine Life” book, Page: 82-83)

Mota Never established own path or religious cult Nor have a custom or tradition of his own. Always well come all as a Gift from Almighty God. A strong believer of Science with a view that ,-“ the way science is established by scientific research & development, Spirituality & Attaining Divine force is also Science. When he had an exchange of detailed letters explaining Mahatma Gandhiji,- How Jap chanting is touching our Mind & Heart & what changes it makes in Human body, Gandhiji replies him, “ Boy, One day you will become a Scientist of Spiritual science.”

Shri Mota said “It is my intense desire that those who have met me by the grace of Almighty God, may experience and achieve the infinite stage of vital consciousness of Supreme Power. It is the only unfulfilled sacred deed of this poor man’s life. If you finish my sacred deed by gaining consciousness yourself then I will consider my life was worth living.” (Source: “Pujya Shri Mota Glimpses of A Divine Life” book, Page: 82)
Please read “Maunmandir ma Pranprathistha”

મનની શાંતિ માટે

જો રોગ થાય તો દવા લઈએ છીએ, તે રીતે જો માનસિક શાંતિ જોઈતી હોય તો ઓરડામાં – એકાંતમાં બેસીને ભગવાનનું નામ લો. ભલે શ્રદ્ધા ન હોય તો પણ નામ લો. એનાથી શાંતિ મળે છે કે નહિ તે પ્રયોગ કરી જુઓ. રોજ બેસીને આત્મનિવેદન કરો, एને તમારો સાથી રાખો, મિત્ર હોય અને એ તમારી સન્મુખ હોય એવી રીતે વર્તો. એ ભાવનાત્મક રીતે હાજર હોય છે. ભક્તિના નવ પ્રકારમાં આત્મનિવેદન એક પ્રકાર છે.

જો રોજ આત્મનિવેદન કરશો તો મન હળવું થશે અને માનસિક બોજો ઓછો થઈ જશે. એટલે સકળ કામ કરતાં જો ભગવાનનું નામ લેશો તો એક એવા પ્રકારની તમારા મનમાં સાંકળ જોડાશે, તમારો एની સાથે એક અનોખો સંબંધ થશે કે જે તમારામાં હિંમત, બળ, સાહસ, સહનશીલતા, સદ્દભાવ વગેરે પ્રગટાવશે અને અનેક કોયડાના ઉકેલમાં મદદરૂપ થશે.

આપણા મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહંમાં પણ ए છે. માટે, एનું આહવાન કરો. एની મદદ લેવાની તૈયારી રાખો. एને વિશે બેદરકાર રહો તો કામ ના લાગે. એટલે एની મદદ લેવાની માનવીની ઈચ્છા જાગે તો જ एની મદદ મળે.

સંકલિત :
પુસ્તક : મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા
લેખક : પૂજ્ય શ્રીમોટા

 

મહાતીર્થ મૌનમંદિર

હરિ:ૐ આશ્રમના મૌન એકાંત ઓરડાઓ મૌનમંદિર તરીકે ઓળખાય છે, કેમ કે એમાં जीवात्मा એકલો રહીને પોતાના હૃદયમાં નિવસતા પ્રભુને શોધવા મથામણ કરે છે. પૂજ્ય શ્રીમોટામાં જે પ્રેમરૂપ પરમ ચેતના પ્રગટ થઈ છે, એ પ્રેમરૂપ પરમ ચેતનાનો અકળ અને ગૂઢ સાથ આ મૌનમંદિરમાં અનુભવાય છે. એ રીતે પૂજ્ય શ્રીમોટા મૌનમંદિરમાં બેઠેલા जीव સાથે ગૂઢ રીતે ગાઢ સંકળાયેલા રહે છે અને મૌનએકાંતના ગાળા દરમિયાન એ जीवात्माઓની સર્વ પ્રકારે રક્ષા કરે છે, એને સતત ઊર્ધ્વજીવન તરફ વાળ્યા કરે છે. જે ભાગવતી–દિવ્ય સંસ્કારો સંસારમાં રહીને ચિત્તમાં સ્થપાઈ શકે નહિ, એવા એ સંસ્કારો મૌનએકાંતના સમય
દરમિયાન ચિત્તમાં સ્થપાય છે. પૂજ્ય શ્રીમોટા આવા સંસ્કારોને વજ્રલેપ જેવા ગણાવે છે. મનુષ્યના આ જીવન દરમિયાન કે પછી જ્યારે આ દિવ્ય સંસ્કારો જાગ્રત થાય ત્યારે એ जीव સહજ રીતે પ્રભુના પાવનકારી પંથે પ્રયાણ કરી જવાનો જ.

પૂજ્ય શ્રીમોટાએ આ મૌનમંદિરને એક તીર્થ તરીકે ઓળખાવ્યું છે, એમાં ઘણું તાત્પર્ય રહેલું છે. મૌનમંદિરમાં પ્રવેશેલો जीवात्मा ભગવાનનું નામસ્મરણ અવિરત કર્યે જ જાય છે. આથી, જ્ઞાનતંતુઓ શક્તિશાળી (Tone up) બને છે. વળી, અંત:કરણ શુદ્ધ બને છે. પોતાની પ્રકૃતિનાં વળાંકો, મનના વિચારો-વિકારો, વૃત્તિના ઊથલાઓ-ઊભરાઓ એ નિહાળે છે, એને ઓળખે છે. આથી ઘણીવાર સાત્વિક પશ્ચાતાપની તપશ્ચર્યાથી હૃદયને શુદ્ધ કરે છે. મૌનમંદિર એ અકળ ચેતનશક્તિથી સભર સ્થળ છે. એમાં जीवात्माનાં મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહંની ઊલટસૂલટ ગતિ ઉભરાયે જાય છે અને ઠલવાયે જાય છે, તેમ જ હોમાયે જાય છે. અંત:કરણનાં પ્રાકૃતિક વલણોને કર્મોમાં પરિણમવાની શક્યતા જ ન હોવાથી, જીવનમાં એના સંસ્કારો બંધાતા નથી. ઉપરાંત, મૌનમંદિરમાં બેસનાર जीवात्माનાં ઘણાય પ્રારબ્ધકર્મો ઉદય પામે છે, છતાં એ પ્રારબ્ધકર્મો સંસ્કાર પાડયા વિના વહી જાય છે. આવી ક્રિયા जीवात्मा ન જાણે એવી રીતે મૌનમંદિરમાં થયા કરે છે, જે અન્ય કોઈપણ તીર્થમાં શક્ય નથી.

સંકલિત :
પુસ્તક : મૌનએકાંતની કેડીએ
લેખક : શ્રી રમેશભાઈ ભટ્ટ

કૃપયા વાંચો “મૌનમંદિરનો મર્મ”

मन की शांति के लिए

जब दर्द होता है तो दवाई लेते है, ठीक उसी तरह से अगर मन की शांति चाहिए तो कमरे में – एकांत में बैठकर भगवान का नाम जप करें । अगर श्रद्धा न हो फिर भी नाम जप करें । ईस से शांति मिलती है या नहीं, ईसका प्रयोग करकें देखें । रोज़ बैठके आत्मनिवेदन (भगवान से बात) करें । भगवान को अपना मित्र बनाएं, जैसे मित्र आपके सामने बैठा हो ईस तरह उस से (भगवान से) वर्तन करें ।
वह भावनात्मक रूप से प्रत्यक्ष है । भक्ति के नौ प्रकार है उस में आत्मनिवेदन भी एक प्रकार है ।

हररोज आत्मनिवेदन करने से मन हल्का होगा और मन का बोज़ कम हो जाएगा । ईसी लिए तमाम काम करतें वक्त, अगर आप भगवान का नाम जप करेंगे तो आपके मन में भगवान के साथ (मन ही मन से) एक शृंखला जुड़ जाएगी । भगवान के साथ आपका एक अलग सा रिश्ता बंधेगा जिससे आप में हिंमत, ताकत, साहस, सहनशक्ति, सद्दभाव इत्यादि प्रकट होंगे और अनेक पहेलियों को सुलझाने में सहायरूप होगा ।

हमारें मन, बुद्धि, चित्त, प्राण और अहं (में) भी वह ही (भगवान ही) है । ईसी लिए उस को पुकार करें । उस की सहाय लेने की खेवना रखें । उस के प्रति लापरवाही रखोगे तो वह आपके काम नहीं आएगा । मतलब उस की सहाय लेने की मानवी की तमन्ना होगी तो ही उस की सहाय मिलेगी ।

पुस्तक के अंश :

पुस्तक : मौनमंदिर में प्राणप्रतिष्ठा

लेखक : पूज्य श्रीमोटा

महातीर्थ मौनमंदिर

हरि:ॐ आश्रम स्थित मौनएकांत के कमरें मौनमंदिर नामकरण से प्रसिद्ध है । क्योंकि (यहाँ) ‘जीवात्मा’ अकेले रहकर खुद के हृदय में निवासीत प्रभु को खोजने का संघर्ष करता हैं । पूज्य श्रीमोटा में जो प्रेमरूप परम शाश्वत चेतन का प्राकट्य हुआ है, वह प्रेमरूप परम शाश्वत चेतना के साथ की अविरत, सूक्ष्म अनुभूति यहाँ मौनमंदिर में होती है । ईस तरह से पूज्य श्रीमोटा, मौनमंदिर में रहते हुए ‘जीव’ के साथ सूक्ष्म और गहन रूप से जुड़े रहते है और मौनएकांत के समय में वह ‘जीवों’ की सर्व रूप से रक्षा करतें है एवं उन्हें निरंतर उर्ध्व जीवनविकास की दिशा में मोड़ते है । जो भगवती दिव्य संस्कार संसार में रहतें हुए चित्त में प्रस्थापित नहीं हो सकते, ऐसे वह संस्कार मौनएकांत के समय में चित्त में प्रस्थापित होते है । पूज्य श्रीमोटा ऐसे संस्कारों को वज्र जैसे (बलवान) चिपक जानेवालें बतातें है । मनुष्य के ईस जीवन में एवं उसके बाद में, जब भी यह दिव्य संस्कार जाग्रत होंगे तब वह ‘जीव’ सहजता से परमात्मा (की अनुभूति) के पावनकारी पथ ऊपर प्रयाण करेगा । यह निश्चित ही है ।

पूज्य श्रीमोटाने यह मौनमंदिर को महातीर्थ के नाम से संबोधन किया है, उसका भी गहन तात्पर्य है । मौनमंदिर में दाखिल हुआ ‘जीवात्मा’, अविरत श्रीप्रभु का नाम-जप किए ही जाता है । ईस से उसके ज्ञानतंतु बलवान बनाते है, अंत:करण शुद्ध बनाता है । वह (मौनएकांत में) खुद की प्रकृति की चंचलता, मन के विचार-विकार, वृत्तिओं के आवेग-उभराव को देखता है और समज़ पाता है । ईससे बारंबार वह सात्विक पश्चयताप की तपश्चर्या से हृदय को शुद्ध करता है । मौनमंदिर अनंत चेतनाशक्ति से परिपूर्ण स्थल है । ईस में ‘जीवात्मा’ के मन, बुद्धि, चित्त, प्राण और अहं – यह सारे अपनी उलटपुलट गति से उभरते रहते है, बड़ी मात्रा में निकलते ही रहते है और उन सबका (पश्चयाताप के) यज्ञ में होम-हवन होता ही रहता है । यहाँ अंत:करण के प्राकृतिक आवेगों को कर्मों में परिणामित होने की संभावना ही नहीं होने से जीवन में उनके (प्राकृतिक आवेगों के) संस्कारों का बंधन नहीं होता है । ईसके अतिरिक्त मौनमंदिर में रहनेवाले ‘जीवात्मा’ के अनेक प्रारब्ध कर्मों का भी उदय होता है परंतु वह प्रारब्ध कर्मों अपने संस्कार का सिंचन किए बिना ही पसार हो जाते है । यह सब क्रिया अपने आप होती रहती है जिसका ‘जीवात्मा’ को पता भी नहीं चलता है । यह प्रक्रिया मौनमंदिर में ही होती है, जो अन्य कोई भी तीर्थ-धाम में संभव नहीं है ।

पुस्तक के अंश :

पुस्तक : मौनएकांत की पगदंडी पर

लेखक : श्री रमेश भट्ट

कृपया पढ़िए “मौनमंदिर का मर्म”

For Peace of Mind

We take medicine to cure the diseases, the same way if you wish to have peace of mind then seat alone in the room (in solitaire) and chant the name of God. If you don’t have faith, then also chant HIS name. Just make an experiment whether you experience peace of mind or not. Seat daily and practice self-confession, talk to God, as if HE is your friend. Behave accordingly as your friend (HE) is sitting in front of you. HE is Omnipresent in form of Bhava (intuitive feelings – intuition). Devotion has nine (9) different methods. self-confession, talking to God is one among them.

Daily if you will make self-confession, talk to God then your mind will become light. Your mental stress will reduced a lot. While performing every work, if you will chant God’s name then your mind will link a specific type of chain with HIM, a special type of connect will develop between you and HIM. This will ignite valor, strength, adventure, tolerance, goodwill and harmony in your being. It will help you resolve many more queries.

HE is Omnipresent. HE is also present in our mind, intellect, chitta (storage of our impressions, sacraments), prana (Life’s force) and Ego. Hence call him. Seek HIS help and remain open for acceptance. If you will remain careless about HIM then HE will not be useful. Hence if human has (strong) desire to take HIS help then only HE will be useful.

Excerpts :

Book : Consecration of Temple of Silence

Writer : Pujya ShreeMota

The Highest Place of Pilgrimage – Silence Room

The Most Sacred Place of Pilgrimage – Silence Room 

 

The silence and solitude rooms of HARIOM Ashram are known as Silence Rooms, because the ‘Jiva’, staying inside, struggles to realize the God, dwelling inside one’s own inner being. The supreme super consciousness, flourished with love is manifested in Pujya Shree Mota, the same supreme super consciousness, flourished with love accompanies here inside this temple of silence to the ‘Jiva’, in its incomprehensible and subtle form. Here Pujya Shree Mota remains, deeply and mysteriously connected with the ‘Jiva’, safeguards and protects the ‘Jiva’ by all round and continuously divert  the ‘Jiva’ on the upward path of life advancement. Here the pious-divine sacraments are stored in the Chitta, which is never possible staying in the society. Pujya Shree Mota describes these sacraments – like a bonding of hard cement. During this life or afterwards, as and when these divine sacraments will awaken at that time the ‘Jiva’ will naturally march ahead on the sanctifying path of the God. This is for sure.

 

Pujya Shree Mota describes this temple of silence as the place of pilgrimage. HIS words contain in-depth significance. Inside the temple of silence the ‘Jiva’ keeps chanting the God’s name nonstop. With this one’s nerve system is strengthen and toned up, it makes one’s conscience pure. Inside silence-solitude one can view and understand the fickleness and twists of one’s own tendencies, thoughts and negativity of the mind and can observe and understand the impulse and emergence of instincts. With this (experience) often, one purifies the heart by penance of sattvic repentance. Temple of silence is full of incomprehensible consciousness. Here the mind, intellect, vital forces (prana) and ego all of them overflow in vice a versa directions and get flush out. All of their (sacraments) continue to be sacrificed in the fire of repentance. Here the inner being’s fickleness and twists of tendencies has no scope to be converted in to the karma and hence their sacraments cannot bound in the life. Over and above there are many destiny and karma driven sacraments arise to the ‘Jiva’ sitting inside the temple of silence but they just pass by without pasting the impressions of new sacraments. Such a secret action happens inside temple of silence without the awareness of ‘Jiva’, which is not at all possible in any other pilgrimage.

 

Excerpts :

Book : On the Path of Quiescent Solitude

Writer : Shri Ramesh Bhatt

Please read “Maunmandir no marm”

આશ્રમના મુલાકાતીઓ અને સ્વજનોને સૂચનાઓ

(૧) આશ્રમની મુલાકાતનો સમય સવારે ૬-૦૦ વાગ્યાથીસાંજે ૭-૦૦ વાગ્યા સુધી.

(૨) આ સ્થળની હયાતી જીવનવિકાસના હેતુ કાજે જએટલે કે શ્રીભગવાનના અનુભવ તથા ભાગવત જીવન કાજેજ છે. જે જીવને જીવન વિશે મનન, ચિંતન ને નિદિધ્યાસનકરવાનું અને તે જીવનમાં પ્રત્યક્ષ આકાર લે તેવાં મંથનમાં રહેવાનું દિલ હોય, પોતાના જીવન વિશે ઊંડું પૃથક્કરણ કરી પોતાને ખોજવાની જેને તમન્ના હોય તેને માટે આ સ્થળ છે. ખાલી ખાલી પડી રહેવા કાજે નથી. મકાન હવડ રહેશે તેનો કશો જ વાંધો નથી, પણ જીવો જો હવડ પડી રહે તો તેનો વાંધો ઘણો ઘણો છે.

(૩) જેમને જીવન અંગે વિચારવાનું દિલ હોય તેમને કાજે આ સ્થળ છે. ખાલી માત્ર રહેવા કાજે નથી. અહીં નવલકથાઓ કે છાપાં વાંચવાની, રેડિયો-ટેપ સાંભળવાની, મોબાઈલ, વિડિયોગેમ, લેપટોપ વાપરવાની મનાઈ છે. અહીં આપનો મોબાઈલ ‘અવાજ ન કરે’ (સાયલન્ટ રહે) તેવી રીતે વાપરો.

(૪) અહીં કોઈ જીવ સંસાર ભોગવી શકે નહિ. અહીં કોઈ પણ સંસારી પ્રકારના સગપણનો સંબંધ નથી. અહીં કોઈ પતિ નથી કે પત્ની નથી, કોઈ સાસુ નથી કે વહુ નથી. અહીં આવી કોઈએ ‘આણે આમ કેમ કર્યું ? આમ કેમ નકર્યું ?’ એવા વિચાર ન સેવવા. કોઈ કોઈની અપેક્ષા ન રાખે.

(૫) આ મૌન આશ્રમ છે. અહીં આવો ત્યારે મનમાં નજર સમક્ષ પ્રભુ-પરમાત્માનાં દર્શન કરો અને ભાવપૂર્ણ પ્રભુમય બનીને રહો. એક બીજા સાથે વાતો ન કરો, જરૂર પડ્યે ખૂબ ધીરેથી બોલો. સાથે બાળકો હોય તો તેમને પણ પ્રાર્થનામય ભાવમાં રહેતા શીખવો. મુક્ત કંઠે હાસ્ય કે આનંદ ધ્વનિ
કરી શકાય, પણ બને તેટલી શાંતિ જળવાય તો સારું. મનને આનંદ શાંતિમાં બહેલાવાય તેવી દશામાં જ રહેવું.

(૬) અહીં જેઓ ભેગા મળે તેમણે રાજદ્વારી, વ્યાપારની, શૅરબજારની, ખેતીની, સંસારની કે અન્ય વાતો કરવી નહિ. ધર્મની કે જીવનસાધનાની વાતો કરવાની હોય. પોતપોતાના જીવનવિકાસ અંગેની સમજણ તથા અનુભવોની આપલે જરૂર કરી શકાય, પણ ખૂબ ધીરા અવાજે.

(૭) મૌનએકાંત સમયની શરૂઆતની અને અંતની પ્રાર્થના સિવાય અહીં આ સ્થળનો કશો સામુદાયિક કાર્યક્રમ નથી. પોતે પોતાની મેળે અંગત ભાવના પ્રમાણે પોતાના પૂરતો જ કાર્યક્રમ ગોઠવે. ‘આત્મનિવેદન કક્ષ’માં એકલા બેસી પ્રાર્થનાઆત્મનવિદન કરી શકાય.

(૮) પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુની ઊજળી બાજુ જુઓ. કશાય ઉપર ઝટ અભિપ્રાય ન આપો, વાદવિવાદ ન કરો, પોતાનો આગ્રહ ન રાખો, ખૂબ પ્રેમભાવ કેળવો.

(૯) આશ્રમનું કામકાજ કરવાનું દિલ થાય તેમણે પોતાના વિકાસના હેતુ કાજે તેમ કરવું. આશ્રમમાં રાત્રિરોકાણની મનાઈ છે. આ માટે આશ્રમ વ્યવસ્થાપકની પૂર્વ મંજૂરી મેળવી લેવી તથા તેમની સૂચના મુજબ કામ કરવું. આશ્રમના સેવકો સાથે શાંતિ, સહકાર અને સદ્‌ભાવપૂર્ણ વર્તન કરવું.

(૧૦) જે કોઈ મૌન લેવા ઇચ્છતું હોય તેણે અગાઉથી પોતાનું નામ-સરનામું નોંધાવવું જરૂરી છે. મૌનમંદિરમાં બેસીને જપયજ્ઞ કરનાર સાધકે પોતાનો ખર્ચ પોતે જ ઉપાડી લેવાનો છે.
અપંગ કે વૃદ્ધ વ્યક્તિ માટે ‘વ્હીલચૅર’ની સુવિધા છે. રેલવે સ્ટેશન થી વરીઆવની સિટીબસ કુરુક્ષેત્ર બસ સ્ટૅન્ડ પર ઉતારશે, ત્યાંથી બે મિનિટના અંતરે આશ્રમ આવી શકાય.

(૧૧) આશ્રમમાં ૯ મૌનમંદિર છે. જેમાં ૭, ૧૪, ૨૧ દિવસ-એમ ૭ દિવસના ગુણાંકમાં મૌનમાં બેસી શકાય છે. પહેલી વખત મૌનમાં બેસવાનો પ્રયત્ન કરનાર માટે મૌનરૂમ નં. ૯ ખાસ અલાયદો રાખ્યો છે, તેમાં ૧, ૨ કે ૩ દિવસ માટે મૌનમાં બેસી અનુભવ લઈ શકાય. આ મૌનરૂમનું ઍડ્‌વાન્સ બુકિંગ ૭ દિવસ પૂરતું જ કરવામાં આવે છે.

(૧૨) મૌનાર્થીએ મૌનમંદિરનો લાભ લેવા માટે અગાઉથી પોતાનું પૂરું નામ-સરનામું તથા ટેલિફોન-મોબાઈલ નંબર નોંધાવવો જરૂરી છે.

(૧૩) આશ્રમ તરફથી મૌનાર્થીનો તેમના મૌનના નોંધાયેલા સમયના ૧૫ દિવસ પહેલાં પત્ર-ટેલિફોનથી સંપર્ક કરવામાં આવે છે. ત્યારે મૌનાર્થીએ પોતાના મૌનની સંમતિ આપવી જરૂરી છે, અન્યથા તેમનું મૌન બુકિંગ રદ ગણી અન્ય વ્યક્તિને ફાળવી દેવામાં આવે છે.

(૧૪) મૌનમંદિરમાં બેસવાનો સમય ઃ રવિવારે સવારે ૭-૦૦ વાગ્યે. મૌનમંદિરમાંથી બહાર નીકળવાનો સમય રવિવારે સવારે ૫-૩૦ વાગ્યે.

ચા-ભોજનનું સમયપત્રક

૧. સવારે ૪-૪૫ કલાકે ઃ ચા, કૉફી, ઉકાળો, દૂધ

૨. સવારે ૧૦-૦૦ કલાકે ઃ ભોજન

૩. બપોરે ૧-૪૫ કલાકે ઃ ચા, કૉફી, ઉકાળો, દૂધ

૪. સાંજે ૫-૦૦ કલાકે ઃ ભોજન-દૂધ

ઉપરના દરેક સમયે ગરમ પાણીનો મોટો લોટો આપવામાં આવશે. તેમાંથી જરૂર જેટલું પાણી પીવા માટે વાપરવું અને બાકીના પાણીમાં મીઠું નાંખી કોગળા કરવા. દરેક વખતે ગરમ પાણીના વપરાશ બાદ ખાલી લોટો બારીમાં પરત મૂકશોજી. ગરમ પાણીથી તેમ જ મીઠાવાળા ગરમ પાણીના કોગળાકરવાથી તમારું ગળું સાફ રહેશે અને ‘હરિઃૐ’ જપના ઉચ્ચારણમાં સરળતા રહેશે. આપના રૂમમાં પીવાનું શુદ્ધ પાણી જ આવે છે. આશ્રમમાં સ્નાન કરવા માટે ગરમ પાણી ‘સૂર્યકિરણો વડેપાણી ગરમ કરતા સાધન’ દ્વારા આપવામાં આવે છે. મહેરબાની કરીને ગરમ પાણી તથા વીજળીની બચત કરશોજી.

મૌનરૂમની બારીનું સમયપત્રક

આપને આ સેવાઓ મળશે.

(૧) સવારે ૪-૪૫ કલાકે ચા, કૉફી, ઉકાળા સાથે સ્ટીલનો નાનો લોટો, પ્યાલો અને ચમચીનો સેટ તથા ગરમ પાણીનો મોટો લોટો આવશે. નાના લોટાનો સેટ દિવસના વપરાશ માટે રાખવો.

(2) સવારે ૫-૩૦ કલાકે તાજાં ફૂલોની ડિશ, ધૂપદાની અને પ્લાસ્ટિકની ખાલી તગારી.

(3) સવારે ૧૦-૦૦ કલાકે ભોજનની થાળી તથા ગરમ પાણીનો લોટો.

(4) બપોરે ૧-૪૫ કલાકે ચા, કૉફી, ઉકાળો તથા ગરમ પાણીનો લોટો.

(5) બપોરે ૨-૧૫ કલાકે નોટબુક સાથે ધોયેલાં કપડાં (ભેજવાળા વાતાવરણને કારણે આ સમયમાં ફેરફાર સંભવી શકે.)

(6) સાંજે ૪-૦૦ કલાકે ધૂપદાની

(7) સાંજે ૫-૦૦ કલાકે સાંજના ભોજનની થાળી તથા ગરમ પાણીનો લોટો. પાણીથી ધોઈને મૂકશોજી.

આપ બારી મારફત પરત કરશોજી.

(૧) સવારે ૪-૩૦ કલાકે આગલા દિવસની ફૂલની ડિશ તથા કચરાની પ્લાસ્ટિકની તગારી.

(૨) સવારે ૪-૪૫ કલાકે ચા, કોફીનાં ખાલી વાસણો તથા ગરમ પાણીનો ખાલી લોટો અને આગલા દિવસના નાના લોટાનો સેટ.

(૩) સવારે ૪-૪૫ કલાકે સ્નાન કર્યા બાદ તમારાં ધોવાનાં કપડાં નોટબુકમાં નોંધીને મૂકશોજી.

(૪) સવારે ૬-૩૦ કલાકે ધૂપદાની.

(૫) સવારે ૧૦-૪૫ કલાકે ગમર પાણીનો ખાલી લોટો તથા ભોજનની થાળી તથા અન્ય ખાલી વાસણો બાથરૂમમાં

(૬) બપોરે ૨-૦૦ કલાકે ગરમ પાણીનો ખાલી લોટો તથા ચા, કૉફી, ઉકાળાનાં ખાલી વાસણો.

(૭) સાંજે ૪-૩૦ કલાકે વપરાશ બાદ ધૂપદાની બારીમાં મૂકી દેવી.

(8) સાંજે ૫-૪૫ કલાકે ગરમ પાણીનો ખાલી લોટો તથા ભોજનની થાળી અને અન્ય ખાલી વાસણો બાથરૂમમાં પાણીથી ધોઈને મૂકશોજી.

નોંધ:

(૧) ભોજન કર્યા પછી અને ચા પીધા પછી ગરમ પાણીથી બરાબર કોગળા કરશોજી.

(૨) બારી મારફત મળતી સેવાઓનો સમય સાચવી લેવા ખાસ વિનંતી.

(૩) બારીનું તળિયું (ફ્લોરિંગ) ભીના કપડાંથી દિવસમાં ચાર વાર સાફ કરવા વિનંતી.

મૌનમંદિરના મૌનાર્થીઓને સૂચનાઓ

(૧) વહેલી સવારે ૩-૩૦ કલાકે ઊઠવું, રાત્રે ૮-૩૦ કલાકે સૂઈ જવું. આ સમય જાળવવાથી માનસિક સ્વસ્થતા જળવાશે અને રોજિંદો કાર્યક્રમ અને સમય સરળતાથી પસાર કરી શકશો.

(૨) સવારે ૪-૫૦ કલાકે સ્નાન માટે ગરમ પાણી સીધી લાઇન નળ મારફત બાથરૂમમાં પૂરું પાડવામાં આવશે. શરૂઆતમાં આવતું ઠંડું પાણી જતું કરવું, જરૂરિયાત મુજબ ગરમ પાણી મેળવી લેવું. સંયમપૂર્વક ગરમ પાણી લેવા વિનંતી છે.

(૩) ચોમાસાની ઋતુમાં જરૂર પડ્યે આપને ગરમ પાણી સવારે ૪-૩૦ કલાકે બારીમાંથી ડોલ મારફતે આપીશું. બહારની ડોલ વહેલી તકે ખાલી કરી બારીમાં પરત મૂકી દેશોજી.

(૪) મૌનરૂમ સવારે સ્નાન કરતા પહેલાં અને સાંજે, તમારો હાથ પહોંચે ત્યાં સુધી દીવાલ પર પીંછી મારી સાફ કરશોજી. રૂમની ફરસ (ફ્લોર) પણ સાફ કરશોજી. રૂમમાં રાખવામાં આવેલ કચરા માટેની પ્લાસ્ટિકની તગારીમાં સવાર-સાંજનો ભેગો કચરો રોજ સવારે ૪-૩૦ કલાકે બારીમાં મૂકી દેવો.

(૫) પેશાબ કરવા બાથરૂમનો ઉપયોગ ન કરતાં સંડાસનો જ ઉપયોગ કરવો, બાથરૂમ-સંડાસનો ઉપયોગ કરતાં પહેલાં તમારાં નિયમિત કપડાં ઉતારી બાથરૂમ-સંડાસના ઉપયોગ માટેનું એક વસ્ત્ર અલગ રાખી તેનો ઉપયોગ કરવો.

(૬) કૃપા કરી બાથરૂમ-સંડાસ રોજે રોજ બ્રશથી સાફ કરવા. સંડાસનો ઉપયોગ કરતાં પહેલાં એક ડોલ ભરીને પાણી રેડવું. સંડાસનું ટબ ડાઘારહિત સ્વચ્છ અને ચોખ્ખું રહે તેની કાળજી રાખો. પાણીની ટાંકીમાં પેશાબ સંડાસના નિકાસ અંગે અલગ-અલગ બટન મૂકેલ છે. આપની જરૂરિયાત મુજબ બટનનો ઉપયોગ કરી પાણીનો બચાવ કરશોજી.

(૭) સંડાસ કર્યા બાદ હાથપગ-મોં સાબુથી ધોઈ સાફ કરવા, સાબુનો ઉપયોગ સંડાસમાં ન કરતા બેઝિન-બાથરૂમમાં જ કરવો, કારણ કે સંડાસમાં સાબુનો ઉપયોગ કરવાથી સંડાસની સેપ્ટિક ટાંકીમાંના જંતુઓનો નાશ થશે, પરિણામે રૂમમાં દુર્ગંધ ફેલાય છે.

(૮) રોજે રોજ ધોયેલાં સ્વચ્છ કપડાં પહેરો અને વપરાયેલાં કપડાં ધોવાં માટે પરત કરો. ધોવાં માટે આપવાનાં કપડાંમાં તમારાં પોતાનાં કપડાં ઉપરાંત, આશ્રમનાં કપડાં જેવાં કે ચાદર, નાનામોટા તકિયાના નૅપ્કિન (તકિયાની ઉપર બિછાવવાનાં કપડાં), પ્રાર્થના કરવાના પાટલાની ગાદી પર બિછાવેલું કપડું તથા અન્ય કોઈ વસ્ત્ર કે કપડું જે દૈનિક વપરાશમાં આવ્યું હોય તે કપડાં ધોવાં આપતાં પહેલાં દરેક કપડાં ઉપર પાડવામાં આવેલ રૂમનંબર તપાસી લેવો. જો તે નંબર ઝાંખો પડી ગયો હોય તો બૉલપેનથી વ્યવસ્થિત દેખાય તેવો ચીતરી લેવો. દરેક કપડાંની નોંધ આ અંગે રાખવામાં આવેલ નોટબુકમાં કરી કપડાં સાથે બારીમાં મૂકવી. સાંજે ધોયેલાં કપડાં આવે ત્યારે નોટબુકમાંની કપડાંની નોંધ સાથે કપડાં મેળવી લેવાં. જો ફેરફાર હોય તો ચિઠ્ઠી લખી તરત જાણ કરશોજી.

(૯) જો દિવસ દરમિયાન ઇલેક્ટ્રિક પાવર ચાલ્યો જાય તો જનરેટર પાવર શરૂ થાય તેની થોડો સમય રાહ જોવી. જરૂર પડ્યે હાથબૅટરીનો ઉપયોગ કરશોજી.

(૧૦) ‘પૂજ્ય શ્રીમોટા’નો ફોટો ધોયેલા સ્વચ્છ કોરા-ભીના વસ્ત્રથી સાફ કરવો. પાણીથી સાફ કરવાથી ફોટાને નુકસાન થાય છે.

(૧૧) આપને જ્યારે ખૂબ જરૂર હોય ત્યારે જ રૂમમાં લાઇટના સ્વિચબોર્ડ પર રાખવામાં આવેલ ‘ઇમરજન્સી બેલની સ્વિચ’નો ઉપયોગ કરવો. બેલ વગાડતાં પહેલાં તમારી જરૂરિયાતની નોંધ કરેલી ચિઠ્ઠી બારીમાં મૂકી, આશ્રમના સેવક બારી પાસે આવે તેની રાહ જોવી.

(૧૨) રૂમમાં પીવાનું પાણી ભરવા માટીની માટલી રાખવામાં આવી છે, તેને બાથરૂમના નળના પાણીથી સાફ કરી ગળણાનો ઉપયોગ કરી ભરી લઈ તેની જગ્યા બદલ્યા વગર તેની જગ્યાએ જ ગોઠવવી. પીવાનાં શુદ્ધ પાણીની વ્યવસ્થા છે.

(૧૩) બારી મારફત મળતી સેવાઓનો સમય ધ્યાનમાં રાખી, તમારું દૈનિક સમયપત્રક (ટાઇમટેબલ) જાતે જ ગોઠવી લેવું અને તેનું રોજેરોજ પાલન કરવું. સમયપત્રકમાં પ્રાર્થના, ભજન, નૃત્ય, વાંચન તથા નામસ્મરણનો સમાવેશ કરી શકાય.

(૧૪) ભોજન પહેલાં પ્રભુપ્રાર્થના અવશ્ય કરશોજી. બહુ સ્વસ્થતાથી, શાંતિથી, પ્રસન્નતાથી, સંતોષથી ખૂબ ચાવીને જમવું. ઓછામાં ઓછું ખાવું, જરા પણ વધારે ખવાઈ જશે તો આળસ, તામસ અને જડતા વધશે, માટે કૃપા કરીને ખાવાની બાબતમાં બહુ કાળજી રાખશોજી. મૌનમાં જમવાનું ઓછું કે વધારે આવતું હોય તો કૃપા કરી ચિઠ્ઠી લખવી. ભોજન તીખું-મોળું હોય તો આપની જરૂરિયાત મુજબની ચિઠ્ઠી લખશોજી.

(૧૫) ભોજન બાદ હાથમોં થાળીમાં ન ધોતા વૉશબેઝિન- બાથરૂમમાં ધોવા અને ભોજનની ખાલી થાળી-વાસણો સાદા પાણીથી ધોઈ બારીમાં પરત મૂકવાં.

(૧૬) સવાર સાંજના ભોજન બાદ રૂમમાં અનુકૂળતા પ્રમાણે ચાલવાનું-આંટા મારવાનું રાખવું, સાથેસાથે નામસ્મરણ- ભજન-પ્રાર્થના પણ કરવા જેથી ઊંઘ આવશે નહિ અને કઠિન સમય સરળતાથી પસાર થઈ જશે. દિવસ દરમિયાન સૂવાની મનાઈ છે. દિવસમાં ઓછામાં ઓછો દોઢ કલાક આંટો મારવાનો મહાવરો રાખવો. આમ કરવાથી ભોજનનું ઘેન ચઢશે નહિ અને શરીર સ્ફૂર્તિલું રહેશે.

(૧૭) આપનું મન બિનજરૂરી વિચારોની હારમાળામાં અટવાઈ ન પડે તેની ખાસ કાળજી રાખવી. નકારાત્મક વિચારો, કોઈ પણ પ્રકારની ચિંતાને કારણે થતી પરેશાની કે ઉદાસીનતા, અગર વાસનાના હુમલા આવે ત્યારે ઇષ્ટદેવનું સ્મરણ કરો. પ્રાર્થનાભાવે તેમની સાથે અંગત વાતો કરી તમારી સમસ્યા જણાવી તેમાંથી છુટકારો અપાવવા વિનંતી કરવી. ભજન, કીર્તન, નામસ્મરણ કરવું, છતાં હળવાશ ન આવે તો ઠંડા પાણીથી સ્નાન કરવું. મોટા અવાજે હરિઃૐની ધૂન નામસ્મરણ કરવું. ખૂબ પરેશાન થવાય તો ર્નિવસ્ત્ર થઈને પ્રભુસ્મરણ કરતાં કરતાં નાચવું-કૂદવું અને કોઈ પણ રીતે વિચારોની પકડમાંથી છૂટવું અને તમે છૂટી જ શકશો. ચોક્કસ આમ કરવાથી મનની હળવાશ અનુભવાશે.

(૧૮) રાત્રે ઊંઘ ન આવે તો ભજન-વાંચન-સ્મરણ કરવું.

(૧૯) રાત્રે સૂતાં પહેલાં તમારા રૂમનો દરવાજો તથા બારી અંદરની બાજુથી વ્યવસ્થિત બંધ કરી સૂઈ જવું.

(૨૦) મૌન પૂરું થવાના આગલા દિવસે આપને આપનું નિવેદન લખવા કોરો કાગળ આપવામાં આવશે. આપના મૌનમંદિરના અનુભવો તથા લાગણીઓ આ કાગળમાં લખી જણાવશો. આ ફરજિયાત નથી, પણ આપની આ નોંધ આશ્રમમાં આવતાં સ્વજનો, મુલાકાતીઓ અને મૌનાર્થીઓને પ્રેરણારૂપ બની રહેશે.

(૨૧) મૌનએકાંત દરમિયાન આપે કોઈ મુશ્કેલી તકલીફ અનુભવી હોય તથા મૌનરૂમ અંગે કોઈ ફરિયાદ-સૂચન હોય, તો વિના સંકોચે લખી જણાવશોજી. આપનાં સૂચનો થકી મૌનાર્થીઓને વધુ સારી સેવા કરવાનો અમને આનંદ થશે.

(૨૨) આશ્રમના સેવકોને ભેટ આપવાનો કોઈ નિયમ નથી, પરંતુ જો આપ સદ્‌ભાવથી ભેટ આપવા ઇચ્છતા હો તો કોઈ પણ સેવક-વ્યક્તિને હાથોહાથ કશું આપશો નહિ, પણ આશ્રમના કાર્યાલયમાં અધિકૃત વ્યક્તિને જમા કરાવી દેશો. જે સૌ સેવકો વચ્ચે સરખા હિસ્સે વિતરણ કરવામાં આવશે.

(૨૩) મૌનમંદિરમાં બેસનારે પોત પોતાનો કાર્યક્રમ નક્કી કરી લેવો. તે પોતાની પાસે રાખી તે પ્રમાણે વર્તવું.

(૨૪) ઊઠવાનું સવારે ૩.૩૦ કલાકે. દાતણ-બ્રશ કરી, ધોવાનાં કોરાં કપડાં, ચાદર, ગલેફ, કટકા વગેરે બારીમાં મૂકી દેવાં.

(૨૫) મૌનરૂમની સફાઈ સારી રીતે કરવી. દરરોજ બે વખત હાથ પહોંચે ત્યાં સુધી ભીંતો સાફ કરી કચરો કાઢવો.

(૨૬) ચા સવારે ૪-૪૫ વાગ્યે અને બપોરે ૧-૩૦ વાગ્યે. ભોજન સવારે ૧૦-૦૦ વાગ્યે અને સાંજે ૫-૦૦ વાગ્યે. આ સમયને અનુકૂળ રહીને દિવસભરનો કાર્યક્રમ ગોઠવવો.

(૨૭) લઘુશંકા કરવા બાથરૂમમાં ન જતાં જાજરૂમાં જવું. જાજરૂમાં જતી વખતે કપડાં બદલીને જવું. દરેક વખતે જાજરૂ જઈને હાથપગ, મોં સાફ કરીને ધોવાં. જાજરૂમાં સાબુથી હાથ પગ ન ધોવાં. તેમ કરવાથી મળના જંતુઓ મરી જાય છે અને પછી ઘણી દુર્ગંધ મારે છે.

(૨૮) ભોજન, પ્રાર્થના કરીને સ્વસ્થતા અને પ્રસન્નતાથી લેવું. ખૂબ ચાવીને જમવું. ભોજન બને તેટલું ઓછું લેવું.

(૨૯) દિવસે ઊંઘવું નહિ. ઊંઘવાથી આખો ભાવ (મૂડ) બદલાઈ જશે અને કંટાળો આવશે. વિચારોની પકડમાંથી છૂટવા માટે મોટેથી નામસ્મરણ સાથે નાચીકૂદી પણ શકાય.

(૩૦) બપોરનો સમય જરા કઠણ જાય છે. તે વેળા જપ કરતાં કરતાં વાંચવું. એ બે વસ્તુ એક સાથે જરૂર બનશે. પોતાને લાગું પડતાં ભજન ગાવાં.

(૩૧) વિકારોના હુમલા આવે તો ખૂબ મોટેથી નામસ્મરણ કરવું. છેવટે નગ્ન થઈને નાચવું કૂદવું.

(૩૨) દિવસે ઓછામાં ઓછો દોઢ કલાક આંટા મારવાનો મહાવરો રાખવો.

(૩૩) રાત્રે ઊંઘ ન આવે તો જપ કરવા, ભજન ગાવાં કે વાંચવું.

(૩૪) રોજ ધોયેલાં કપડાં પહેરવાં.

(૩૫) મૌનરૂમમાં હજામત (દાઢી) કરવાની મનાઈ છે. તેમ જ બીડી, સિગરેટ, તમાકુ, મસાલો, માવો વગેરેના ઉપયોગની પણ મનાઈ છે.

(૩૬) મૌનરૂમમાં ખાવાની-નાસ્તાની કે વ્યસનની કોઈ ચીજો લઈ ન જવી. ટેપરૅકૉર્ડ, રેડિયો, મોબાઈલ ફોન, લેપટૉપ કૉમ્પ્યૂટર્સ વગેરે અંદર લઈ જવાની મનાઈ છે.

(૩૭) મૌનરૂમમાં કે આશ્રમની બહારની વ્યવસ્થામાં કોઈ તકલીફ જણાય તો વિના સંકોચે ચિઠ્ઠી લખવી. ખાસ ઇમરજન્સીમાં જ તે અંગેના ‘બેલ’નો ઉપયોગ કરવો.

(૩૮) મૌનની પૂર્ણાહુતિના આગલા દિવસે પોતાનું નિવેદન તૈયાર કરવું. જોકે એ ફરજિયાત નથી. છતાં અપાય તો સારું. તેનાથી બીજાને પ્રેરણા થાય.

કૃપયા વાંચો “મૌનાર્થીને માર્ગદર્શન”

Procedure of Booking:

Instructions after Booking & before entering Silence Rooms:

 • Please send your complete contact details while communicating with us.
 • We have 9 Moun rooms out of which 8 are allotted for 7 to 21 nights stay.
 • 9th room is for 1 to 3 nights stay & booked for 15 days advance only.

Basic Facilities:

8 Rooms are available by Advance Booking only. These rooms are booked for the period of 7-14-21 nights stay. These rooms are running advance booking for next 10 months. Kindly contact Ashram for available dates. Contact Number : +91-261-+91 9727733400. Email : hariommota1@gmail.com.
One room is available for the period of minimum one night to maximum three nights.
This room is available on 1st come 1st serve basis, every Sunday.
Facilities in a room
1 Bed (Single) 1 Store room 1 Writing table with chair
1 Swings 1 Toilet and bathroom 1 Easy chair (comfort)
1 Library of spiritual books Prayer facility Hot Water
Emergency Bell
Window Services (title) : 2 times Tea/Coffee/Milk, 2 Meals, flower tray, Dhoop, Laundry Services, All Emergency Services as required.
Charges Rs 5/day. The motto of Silence Room is for spiritual upliftment, hence token charge per night is Rs 5/- only inclusive of all above facilities.

Amenities:

 • The size of the room vary from 10’ x 12’ to 20’ x 20’. All rooms are equipped with attached toilet-bathroom (with Hot water of limited timing), store room, bed with mosquito net, swing, writing table with chair, pad-pen, alarm clock, wooden seat with Holy basil row (Mala) for prayer, etc.
 • Each room has a complete library of approx. 120 books written / lectured by Pujya Shree Mota. Subject wise compilations in Gujarati are part of library. Some of the books translated in English – Hindi, are also available.
 • Other daily needs are catered through service window as per time table of the day.
 • Communication for the aspirant inside the room is by writing a chit-note. in case of emergency, an electrical bell is available in the every room.
 • The room neither have electric fan nor is aspirant allowed to carry inside. Pujya Shree Mota says, – “Perspiration is must for intoxication & purity of Human body.”

Here is standard FAQ.

 • We have Sunday to Sunday practice of Silence room entry & exit. Entry time is 7.15 am. Followed by prayer at 6 am & exit time is 5.15 am next Sunday. You must reach ashram a day in advance by Saturday evening 4 pm. Divine vibrations of ashram will help you to understand Silence process. Ashram timings are 6 am to 7 pm.  Dinner time is 5 pm. Please confirm us your arrival & dinner for Saturday in advance.
 • Please bring your daily clothes (minimum as light as possible), towel, brush, regular medicines, Spiritual books, etc. Once inside room, no human interface contact is available for one week. The Sole purpose of Sadhna is to detach from worldly affairs & connect to our own being – Soul. All daily needs will be catered time to time from service window. Laundry services are part of ashram services.
 • Deep / incense stick are not allowed inside the silence room.  
 • Please make your to & fro travel reservations from your end. We do not have such facilities. Ashram is approx. 13-14 km. away from railway station & Airport. One way Rickshaw travel from Railway Station may cost approx. Rs. 250/- per trip. One way taxi fare from airport may cost approx. Rs.450/- per trip.
 • Please bring your original photo and Aadhar card ID proof – original and Xerox, which is mandatory before entering Silence room.
 • Mobile phone, Laptop, I pad, Radio, other electronic gadgets, are not allowed inside silence room.

7) Please visit our website www.hariommota.org for ashram / silence room view & further details.

In case of further assistance please feel free to write us. Please contact ashram mobile no. + 91 97277 33400 OR undersign person. We once again remind your good self to send your complete contact details by mail and bring your original photo id proof. May Almighty Grace your Life with very Good health & Peace of Mind. Hariom.

Instructions / Rules after Booking & upon entering Silence Rooms:

The mission of Pujya ShreeMota is to uplift the society from the deep slumber of ages. Like Swami Vivekanand, he wanted to uplift the society in all the fields of life viz. spiritual, physical and educational. Out of these three, spiritual is the most important field. A sunflower always blossoms towards the sun. Likewise Shree Mota wished to make the common man blossom facing (Abhimukh) the Almighty.

To accomplish this HE formed a unique facility for Sadhana. Pujya ShreeMota is one of the Greatest Souls our motherland have ever produced! He has done Pran Pratishtha of CHETAN –GOD in this place ! These moun temples alias moun rooms are the live places of GOD. Moun rooms are the means, of Shree Mota to make spiritual change in an aspirant.

During HIS period of Sadhna Pujya Shree Mota had to undergo many a hardships for want of a suitable, solitary place and in getting regular supply of food. To save others from such troubles and worries, HE established Ashrams with Moun Mandirs (Silence Rooms) to provide Spiritual aspirants with an absolutely secluded, safe shelter and a regular supply of food with other daily necessities. These rooms may quite properly term as “Caves of old times with modern facilities.” These silence rooms are available for every one without any discrimination of caste, creed & religion. The occupant can chant Mantra (Holy rhymes) & can worship deity of his/her faith & belief. Pujya Shree Mota has not laid HIS own religious sect OR path. Aspirant is free to follow his own path.

Hundreds of persons have taken advantage of this facility since 1956, the year of establishment. No advice or guidance is given to the occupant about daily Sadhna, unless one specifically asks for it. Only information about daily services are provided. One can take the route of his/her spiritual pursuit and belief. The  Ashram provides daily basic necessities of Sadhak. The routine is planned systematically. Hariom Ashrams are the most suitable places for penance.

Rules to be followed :

For casual visitors :

 • To maintain purity of vibrations,there is no provision for visitors to stay inside Ashram except for pre booked silence room aspirants.
 • Ashram timings for visitors are 6 am to 7 pm.
 • Visitors are expected not to make noise. They are not allowed to go nearby the Maun Rooms. They can meditate or read books in the meditation hall, facing river on the first floor.
 • Food is not provided to casual visitors.
 • Keeping in mind that Ashram is a place for Sadhana, one must behave accordingly.
 • Except Sunday morning prayers from 6.00 a.m. to 6.45 a.m. there is no common programme for visitors.
 • Smoking or use of intoxicants, news papers, Mobile phones, laptop computer, I pad, and other electronic devices are strictly prohibited inside Moun room as well in Ashram area.

 For the Sadhak – Moun room entrant :

 • We have 9 (Nine) rooms out of which 8 (Eight) rooms are booked for the period of 7 or 14 or 21 days as desired by the Sadhak. 9th (Ninth) room is allotted for 1 or 2 or 3 days only to facilitate new comers or children or those people with short of time but have inclination towards Spirituality. It is desirable that – as an experiment the entrant should take Silence, at least for a week time to experience serenity.
 • A Single person is allowed in a room. Room is locked from outside & daily needs are catered through two way service window. Contacts with outer world as well face to face human interaction is completely cut off for experience of SOUL that – अहं ब्रह्मास्मि । – I am divine”.
 • The intending entrant is requested to contact the manager of Ashram to book one such room.
 • The charge is Rs. 5/- (RS. Five) per day inclusive of all amenities.
 • Scheduled entry inside room is on Sunday morning at 7 am & exit from the room is at 5.15 am next Sunday. The aspirant has to reach Ashram a day in advance i.e. on Saturday evening by 4 pm as our dinner time is 5 pm. Divine vibrations of ashram will help aspirant to understand the Silence process. This the sole purpose of coming a day in advance.
 • It is mandatory for aspirants to pre book by a letter or email as we have a wait list of few months in a row. Submission of Aadhar card is mandatory at the time of booking. A Sadhak must bring original photo at the time of Moun room entry. Contact details are provided, at the end of this pamphlet.
 • The entrant into silence must bring the following items for Moun sadhna. Two or three sets of personal clothing, towel and toilet kit, medicines of daily use if any, etc. Spiritual – Religious books of own interest are allowed inside. One can also bring a photo of GURU or Deity.
 • Shaving is prohibited inside Moun room as a practice to remove Ego of Body. Washing clothes inside the room are not allowed as daily laundry service is provided through service window.
 • Smoking or use of intoxicants, news papers, Mobile phones, laptop computer, I pad, and other electronic devices are strictly prohibited inside Moun room.

 

Daily schedule and services :

 

A day begins at 3.30 am. The room is to be cleaned by the aspirant & complete, daily routine. At 4.45 am tea is served. Daily personal clothes, used bed sheets, pillow covers, napkins, towel etc. should be given out for washing with an entry in laundry man book. The same will be returned in the afternoon. Some aspirants sing prayers & bhajans very loudly and so they may get sore throat. As a cure of this, daily hot drinking water & salt is provided for gargle. Also fresh flowers & burnt incense on charcoal (Divine fragrance) are served. 10 am is a lunch time. 1.45 pm is a tea time & 5 pm is a dinner time. In case of aspirant wishes to have milk, curd or butter milk the same (anyone) is provided with an extra cost of Rs. 5/- (Five) (Over and above daily charge of Rs. 5/-) per day.

The menu of the lunch & supper consist of cooked vegetables, chapatti (thin flat pancake made of wheat flour), rice-dal or khichdi (liquid pulse or mixture of both – Hotch Potch). As the rooms are wholly closed, the prevailing darkness is at once conducive for meditation and aspirant can arrange his/her own routine for meditation & prayers.

Importance Of Moun Sadhana :

Pujya Shri Mota has explained the practice of   Sadhna as “Development of Abhay, Namrata, Moun & Ekant (To practice Fearlessness, Politeness, Silence and Loneliness). All these four measures will transform our inner being from outward to introvert conversion.”  Aspirants can chant Mantra, shloka, sing rhymes, bhajans, meditate, read, and dance in state of being for love & affection for Almighty God. The aspirants in the Moun Mandirs, completes their silence days with the help & guidance of Pujya Shree Mota’s forever present consciousness. Aspirant purifies own self with holy water of God’s constant incantation (Jap chanting) & fills heart & mind with ecstatic lightness. As a complimentary process of Sadhna & frequent use of Moun Mandir, the aspirant becomes introvert with keen awareness of his/her shortcomings. Forever alive consciousness of Pujya Shree Mota helps to meditate & pray for long hours with concentration. Prayers & Meditation in these Silence rooms purify the Mind and Create indelible and powerful impressions – sacraments (‘Sanskaras’), that will definitely rise at appropriate time and make the pilgrimage path (seeking of Realization) smoother. Silence doesn’t mean silence of utterance but silence of thoughts, urges & attitude. The exalted ‘Sanskaras’ developed & imprinted in Moun Mandir are strong and helpful to one to sustain any circumstances of difficult times. Whatever Name, Fame, Wealth, Power and Position we earn in this world – none will accompany us in next birth. Only right & wrong impressions – sacraments (‘Sanskaras’) will accompany us in the next birth. The impressions – sacraments (‘Sanskaras’) of Divine consciousness, prayers, meditation etc. All the penance cultivated inside the Moun Mandir (Silence room) will be pasted on our Chitta (One of the four aspects of consciousness, lower mind. Aspect which reflects our past deed (like a mirror) and stores impressions of it), as strong as glue which will reflect and uplift the aspirant on faster progressive path of Realization in coming births.

Thanking you,

HARIOM Ashram, Surat.

Contact Details :

HARIOM Ashram, Surat.

Beside Kurushetra Mahadev Temple,

Jehangirpura, Rander, Surat – 395005

Gujarat, India.

Tele :  + 91 97277 33400

Website : www.hariommota.org

Email : hariommota1@gmail.com

 

HARIOM Ashram, Nadiad.

On the bank of Shedhi river, Village : Billodra.

Nadiad – Kapadvanj road, Post box no. 74

Nadiad – 387001 Gujarat. India.

Tele : +91 78780 46288

Email : hariommota10@gmail.com

Please read “Guidance to Silence keepers””