દક્ષિણ ભારતના સ્વજનોને સંબોધન (Dakshin Bharatna Swajanone Sambodhan)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રજનીભાઇ બર્માવાલા, આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 67, કિંમત:- ₹ 5/...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રજનીભાઇ બર્માવાલા, આવૃત્તિ:- બીજી, પૃષ્ઠ:- 67, કિંમત:- ₹ 5/- દક્ષિણ ભારતમાં ત્રિચિનાપલ્લી અને કુંભકોણમ્ની શ્રી નંદુભાઈ અને તેમના મામાની એન. ગોપાલદાસની પેઢીના કાર્યભાર સાથે અને તે પરિવારના સભ્યો સાથે પૂજ્યશ્રીને અલૌકિક સંબંધ રહેલા છે. ગુરુપૂર્ણિમાએ પૂજ્યશ્રી ત્યાં જતા ત્યારે એ સ્વજન પરિવાર સમક્ષ પૂજ્યશ્રીએ હૃદયના ઉદ્ગાર તે સૌ સમક્ષ વ્યક્ત કર્યા હતા.તેની ઉપલબ્ધ ટેપ ઉપરથી શ્રી રજનીભાઈ બર્માવાલાએ સંપાદનનું કાર્ય કરેલ છે. એ સંપાદનને ‘દક્ષિણ ભારતનાં સ્વજનોને સંબોધન’થી સ્વજનો સમક્ષ પ્રસ્તુત કરેલ છે. Publication Year:- 2006 Read less
બાળકોના મોટા (Balakona Mota)
લેખક:-મુકુલ કલાર્થી, આવૃત્તિ:-અગિયારમી, પૃષ્ઠ:- 92, કિંમત:- ₹ 10/- પૂજ્ય શ્રીમોટાના જીવનને સર...Read more
લેખક:-મુકુલ કલાર્થી, આવૃત્તિ:-અગિયારમી, પૃષ્ઠ:- 92, કિંમત:- ₹ 10/- પૂજ્ય શ્રીમોટાના જીવનને સરળ ભાષામાં સૌ કોઈ સમજી શકે એવી પુસ્તિકા એટલે ‘બાળકોના મોટા’. બાળકોમાં સુસંસ્કાર, ગુણ અને ભાવ પ્રગટે, સાહસ, શૌર્ય અને પ્રમાણિકતા પ્રગટે, પૂજ્ય શ્રીમોટાને પોતાના આદર્શ બનાવી, તેમના જીવનમાંથી પ્રેરણા લઈ બાળકો પોતાના જીવનમાંથી પ્રેરણા લઈ બાળકો પોતાના જીવનમાં તેનું અનુકરણ કરે એવા શુભ હેતુથી આ પુસ્તિકાનું સ્વજનો, શાળાઓ, મંડળોને હરિઃૐ આશ્રમ તરફથી વિતરણ કરવામાં આવે છે. Publication Year:- 1980 Read less
અન્વય સમન્વય (Anvay Samanvay)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 136, કિંમત:- ₹ 15/- ઈ.સ. ૧૯૭૪-૧૯૭૫ દરમિયાન પૂજ્ય શ્રીમોટા સાથે શ્રી રમણભાઈએ કરેલા સત્સંગનું આ પાંચમું પુસ્તક છે. એમાં પૂજ્ય શ્રીમોટાએ આપણાં અંતઃકરણો-મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહમ્માં પરસ્પરનો સંબંધ દર્શાવ્યો છે. ઉપરાંત, એ કરણો જીવનવિકાસમાં કેવાં ઉપયોગી બને છે,એ સમજાવ્યું છે. એ રીતે તેઓશ્રીએ એનો અન્વય કર્યો છે. ઉપરાંત, એ અંતઃકરણોનાં લક્ષણો સ્પષ્ટ કર્યાં છે અને એની ગતિવિધિ વર્ણવીને જીવનનો વિકાસ સાધવામાં એ બધાંનો મેળ કેવી રીતે બેસાડવો, એ રજૂ કર્યું છે. આ રીતે એનો તેઓશ્રીએ સમન્વય કર્યો છે. Publication Year:- 1992 Read less
અગ્રતા એકાગ્રતા (Agrata Ekagrata)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન, સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 180, કિંમત:- ₹ 15/- ઈ.સ. ૧૯૭૪-૧૯૭૫ દરમિયાન પૂજ્ય શ્રીમોટા સાથે શ્રી રમણભાઈ અમીને કરેલા સત્સંગના ચોથા પુસ્તક ‘અગ્રતા એકાગ્રતા’માં પૂજ્ય શ્રીમોટાએ જીવનવિકાસ અંગે અથવા તો આધ્યાત્મિક સાધના અંગે કરવાની પ્રારંભિક સજ્જતા વિશે વિશદ સમજૂતી આપી છે. Publication Year:- 1991 Read less
અભ્યાસીને (Abhyasine)
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી દિલીપભાઈ હસમુખભાઈ મહેતા (હરિ), આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:-37,...Read more
લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી દિલીપભાઈ હસમુખભાઈ મહેતા (હરિ), આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:-37, કિંમત:- ₹10/- પૂજ્ય શ્રીમોટાને ચિ. હરિ પ્રત્યે કોઈ ગૂઢ કારણોસર જે અપાર હેત અને વહાલ છે, તેની જાણકારી મોટા ભાગના પૂજ્ય શ્રીમોટાનાં સ્વજનોને છે. ભાઈ હરિ ઉર્ફે દિલીપભાઈએ પૂજ્ય શ્રીમોટાને આ જોડકણાં લખવાને પ્રેર્યા છે. તેથી, ભાઈ હરિ ઉર્ફે દિલીપના નિમિત્તે ખરો અભ્યાસી કેવો હોઈ શકે એનું તાદૃશ્ય ચિત્ર સમાજની આગળ રજૂ થયું. Publication Year:- 1967 Read less