પૂજ્ય શ્રીમોટા પરિચય બાકી
Verify Mobile Number
OTP has been sent to your on mobile number.
Don't receive the OTP? RESEND OTP
પૂજ્ય શ્રીમોટા પરિચય બાકી
।। હરિ:ૐ ।।
પૂજ્ય શ્રીમોટાના જીવનની મહત્વની તવારીખ
જન્મ: તા. 04-09-1898, ભાદરવા વદ ચોથ,સંવત 1954
સ્થળ: સાવલી, જિ. વડોદરા, નામ: ચૂનીલાલ
માતા: સુરજબા, પિતા: આશારામ, અટક: ભાવસાર.
1916: પિતાનું અવશાન.
1905 થી 1918: તૂટક અભ્યાસ-સાથે આકરી મજૂરી.
1919: મેટ્રિક પાસ.
1920: વડોદરા કૉલેજમાં.
તા. 06-04-1920: કૉલેજ ત્યાગ.
1920: ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશ.
1921: વિદ્યાપીઠનો ત્યાગ. હરિજન સેવાનો આરંભ.
1922: ફેફરુંના રોગથી કંટાળીને ગરુડેશ્વરની ભેખડ ઉપરથી આત્મહત્યાનો પ્રયાસ, દૈવી બચાવ, ‘હરિ:ૐ’ જપથી રોગ મટાડવાનો સફળ પ્રયોગ.
1922: ‘મનને’ ની રચના.
1923: ‘તુજ ચરણે’ ની રચના તથા પ્રકાશન.
1923: વસંતપંચમીએ પૂ. શ્રીબાળયોગીજી દ્વારા દીક્ષા. શ્રીકેશવાનંદ ધૂણીવાળા દાદાનાં દર્શન – સાંઈખેડા ગયા. રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર પ્રભુપ્રીત્યર્થે હરિજન સેવા.
1924: ‘તુજ ચરણે’ ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન.
1926: લગ્ન-હસ્તમેળાપ વખતે સમાધિનો અનુભવ.
1927: સાકુરીના પૂ. શ્રીઉપાસની બાબાનું નડિયાદમાં આગમન, એમના આદેશ મુજબ સાકુરી જવું-ત્યાં મળમૂત્રની પથારીમાં સાત દિવસ.
1928: હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ-પરિણામે ‘હરિ:ૐ’ જપ અખંડ થયો.
1928: પહેલી હિમાલય યાત્રા.1930: મનની નીરવતાનો સાક્ષાત્કાર.
1930 થી 1932: દરમિયાન સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલમાં. હેતુ-દેશસેવાનો નહિ, સાધનાનો.સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ-મૌન. વિદ્યાર્થીઓનો સમજાવવા વીસાપુર જેલમાં સરળ ભાષામાં શ્રીમદ્દ ભગવદ્દગીતાનું વિવરણ લખ્યું-‘જીવનગીતા’
1934: સગુણ ભ્રહ્મનો સાક્ષાત્કાર.
1934 થી 1939: દરમિયાન હિમાલયમાં અઘોરી બાવા પાસે જવાનું બન્યું, ધુંવાધારના ધોધની પાછળની ગુફામાં સાધના. ચૈત્ર માસમાં છાણાંની 63 ધૂણી ધખાવી નર્મદાકિનારે ખુલ્લામાં શિલા ઉપર નગ્ન બેસીને 28 દિવસની સાધના, શિર્ડીના સાંઈબાબાનું પ્રત્યક્ષ દર્શન-આદેશ-સાધનાના અંતિમ તબક્કાનું માર્ગદર્શન.
1939: તા. 23-03-1939: રામનવમી, સંવત: 1995 કાશીમાં નિર્ગુણ ભ્રહ્મનો સાક્ષાત્કાર. હરિજન સેવક સંઘમાંથી રાજીનામું. ‘મનને’ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન.
1940: (તા. 09-09-1940) વિમાનમાર્ગે અમદાવાદથી કરાંચી જવાનો ગૂઢ હુકમ.
1941: માતાનું અવસાન.
1942: હરિજન સેવક સંઘમાંથી છૂટા થયેલા, છતાં હરિજન કન્યાછાત્રાલય માટે મુંબઈમાં ફાળો ઉઘરાવ્યો. બે વખત સખત પોલીસમાર-દેહાતીત અવસ્થાના પુરાવા.
1943: 24, ફેબ્રુઆરીમાં ગાંધીજીના પેશાબના ઝેરી જંતુઓનું પોતાના પેશાબમાં દર્શન. નૈમિત્તિક તાદાત્મ્યનો અનુભવ.
1945: હિમાલયની યાત્રા-અદભુત અનુભવો.
1946: હરિજન આશ્રમ, અમદાવાદ મીરાંકુટિરમાં મૌનેકાંતનો આરંભ.
1950: દક્ષિણ ભારત કુંભકોણમ્માં કાવેરી નદીને કિનારે હરિ:ૐ આશ્રમની સ્થાપના.
1954: થી સુરતના કુરુક્ષેત્રમાં એક ઓરડીમાં મૌનેકાંતનો આરંભ.
1955: (તા.28-05-1955) નડિયાદ, શેઢી નદીને કિનારે હરિ:ૐ આશ્રમની સ્થાપના.
1956: (તા. 23-04-1956) સુરત, કુરુક્ષેત્રમાં હરિ:ૐ આશ્રમની સ્થાપના.
1962 થી 1975: શરીરના અનેક રોગો-સતત પ્રવાસ સાથે 36 અધ્યાત્મ-અનુભવ ગ્રંથોનું લેખન-પ્રકાશન.
1976: ફાજલપુર-મહિનાદીનાં કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં તા. 23-03-1976ના રોજ માત્ર છ જણની હાજરીમાં આનંદપૂર્વક દેહત્યાગ. પોતાનું ‘ઈંટ-ચૂનાનું સ્મારક ન કરવાનો આદેશ’ અને આ નિમિત્તે મળેલી રકમનો ઉપયોગ દૂર ગુજરાતનાં પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બંધાવવાના લોકફાળામાં કરવાની સૂચના.।। હરિ:ૐ ।।
દરમિયાન હિમાલયમાં અઘોરી બાવા પાસે જવાનું બન્યું, ધુંવાધારના ધોધની પાછળની ગુફામાં સાધના. ચૈત્ર માસમાં છાણાંની 63 ધૂણી ધખાવી નર્મદાકિનારે ખુલ્લામાં શિલા ઉપર નગ્ન બેસીને 28 દિવસની સાધના, શિર્ડીના સાંઈબાબાનું પ્રત્યક્ષ દર્શન-આદેશ-સાધનાના અંતિમ તબક્કાનું માર્ગદર્શન.
ફાજલપુર-મહિનાદીનાં કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં તા. 23-03-1976ના રોજ માત્ર છ જણની હાજરીમાં આનંદપૂર્વક દેહત્યાગ. પોતાનું ‘ઈંટ-ચૂનાનું સ્મારક ન કરવાનો આદેશ’ અને આ નિમિત્તે મળેલી રકમનો ઉપયોગ દૂર ગુજરાતનાં પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બંધાવવાના લોકફાળામાં કરવાની સૂચના.।। હરિ:ૐ ।।
ગુજરાતી