Categories
Book Gujarati books

જીવનસોપાન (Jivan Sopan)

માનું દૃષ્ટાંત

મને કોઈ પણ जीव વિશે કશી નિરાશા હોતી નથી. આશા રહે છે, કારણ કે જે जीव હૃદયની ભાવનાથી સંબંધમાં આવ્યો હશે, તેનો સંબંધ તો ટકવાનો છે. હૃદયનો જે પ્રેમભાવ છે, તેવા પ્રેમભાવમાં આશા એકલી માત્ર હોય છે તેમ પણ નથી. હૃદયનો પ્રેમભાવ જ્યારે શિક્ષકના ક્ષેત્રમાં ઊતરે છે ત્યારે તેવા ભાવમાં પણ એને ઊતરવું જ પડે છે. મા, જેમ બાળક પરત્વે કેટલીક વાર નારાજ પણ થતી હોય છે, તેનું કારણ તેનો બાળક પરત્વેનો પ્રેમ જ હોય છે. બાળકને હઠીલું, જીદ્દી અને અણછાજતું વર્તતું જોતાં અને તે કેમે કર્યું માનતું નથી એવું વલણ એનું જોતાં માને દિલમાં એને કાજે એવું થાય છે. તે કદીક બાળક ઉપર ગુસ્સે પણ થાય છે, જોકે તે તે બધું जीव દશામાં થયા કરે છે, પણ તેમ છતાં અંતર્ગતપણે માનો બાળક ઉપરનો પ્રેમભાવ તેથી ઘટતો હોતો નથી.

‘જીવનસોપાન’, આ:-છઠ્ઠી, પૃ:- 274-75